Year-2015-16

પ્રિય સંપતિ સર્જક,

નમસ્કાર !!!


વર્ષ ૨૦૧૫-૨૦૧૬માં, ઘણા બધા આગાહી કરનારા લોકો જેવાકે પંડિતો, ટીવી ચેનલો, એનાલીસ્ટો, ચારટીસ્ટો ની આગાહી ખોટી પડી લગભગ બધા જ લોકોએ આગાહી કરી હતી કે ઇક્વિટી ઇન્ડેક્સ માં ૫% થી ૧૫% જેવો વધારો જોવા મળશે પરંતુ ઇક્વિટી ઇન્ડેક્સમાં તેનાથી વિરુદ્ધ થયું અને તેમાં -૯.૫% નો ઘટાડો જોવા મળ્યો. શીખવાની બાબત એ છે કે મૂડી બજાર ક્યારે, કેમ અને કેવું રહેશે, તેની આગાહી કોઈ જ કરી શકતું નથી તેથી જ કહી શકાય જે બાબત આપણા હાથમાં નથી તેની અટકળો બાંધવા કરતા આપણે એ નિર્ણય લેવો જોઈએ કે જોખમ કેટલું લેવું તે નક્કિ કરી ને તુંરત જ નિર્ણય લેવો. HIGH RISK HIGH RETURN !!!!!

 

પાછલા વર્ષ દરમિયાન અમો એ આપને જણાવ્યું હતું કે માર્કેટમાં જોખમ અને વળતર રેશીયો જોતા ઇક્વિટી કરતા ડેબ્ટ માર્કેટમાં આકર્ષક વળતર જોવા મળશે. ડેબ્ટ માર્કેટમાં ૬% વળતર મળેલ છે જયારે ઇક્વિટી માં -૯.૫%  જોવા મળેલ છે. જયારે અમારી સલાહ મુજબ રોકાણ કરનારને ડેબ્ટ માર્કેટમાં ૯ થી ૧૦% અને ઇક્વિટી માર્કેટમાં ૪ થી ૮% નું વળતર મળેલ છે.

અમારા મત મુજબ હજુ પણ ડેબ્ટ મ્યુચ્યુઅલ ફંડમાં બેંક ફિક્સ ડીપોઝીટ કરતા વધુ સારા વળતર આપી શકશે.

 

અમોએ આજ સુધીમાં તમારા પોર્ટફોલિયો મેનેજમેન્ટ જેમ કે, ઈન્સ્યોરન્સ, ઇક્વિટી માર્કેટ, મ્યુચ્યુઅલ ફંડ, ટેક્ષેસન વગેરે માટે અમારી ટીમમાં ખુબજ નિષ્ણાત લોકોનો સમાવેશ કર્યો છે. જેમકે હું પોતે ક્વોલિફાય ફયાનાન્સ્યીયલ પ્લાનર સર્ટિફિકેટ ધરાવું છું જેને CFP તરીકે ઓળખવામાં આવે છે. ટીમમાં કંપની સેક્રેટરી નો અભયાસ કરતા, કોમર્સમાં અને એકાઉન્ટિંગમાં માસ્ટર ડીગ્રી તેમજ અનુભવ ધરાવતાં 

વ્યક્તિઓથી અમારી TEAM mega અત્યારે ૧૦૦ વર્ષ નો અનુભવ ધરાવતી ટીમ છે. !!!!

 

મારા આજ સુધીના અનુભવ ઉપરથી એવું તારણ કાઢી શકાય કે જીવનમાં એક ધ્યેય પ્રાપ્ત કરવા માટે રોકાણ કરવું જોઈએ અને જ્યાં સુધી ધ્યેય સુધી પહોંચી શકો નહિ ત્યાં સુધી તેની સાથે સાતત્ય જાળવવું જરૂરી બની રહે છે. મારા તરફથી આપના ધ્યેય પ્રાપ્તિ માટે સંપૂર્ણ મદદ મળી રહેશે અથવા તો તેમ કરવું તેજ મારા કામનો જીવન મંત્ર છે.

 

અમો વિવિધ પ્રકારના ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ જેવાકે, DSP IFA EXPRESS, BSE, NSE, MF UTILITY, SHUBHCHINTAK અને APPS જેમકે, I PRU TOUCH, RELIANCE SIMPLY SAVE, MY CAMS અને SMS THROUGH TRANSACTION જેવા સ્પેશીયલ સોફ્ટવેર માં ઘણા જ મોટા પાયે રોકાણ કરેલ છે, કે જેથી આપની દરેક જરૂરી માહિતી ને અમો સંપૂર્ણ સલામત રીતે સાચવી શકીએ અને તમો પોતે પણ જયારે ઈચ્છો ત્યારે તમારી માહિતી ને તમે પોતે પણ જોઈ શકો છો.

 

આ ઉપરાંત અમો અમારી કામગીરી ને વધુ ને વધુ સારી બનાવવા માટે મૂડી બજાર ને લગતી તાલીમ (ટ્રેનિંગ) તેમજ માહિતી માટે અમે ઘણા બધા પૈસા તેમજ સમયનું રોકાણ વખતો વખત કરીએ છીએ. આથી જ અમે મૂડી બજાર માં રોકાણકારોનું રોકાણ કઈ રીતે ઓછા જોખમથી વધુ સારું વળતર આપી શકીએ તેવી એક સિસ્ટમ ડેવલોપ કરેલ છે.

 

આ ઉપરાંત અમે તમારા ધ્યેય ની પ્રાપ્તિ કરવા માટે મૂડી બજારમાં રહેલા જોખમ ને ધ્યાને લઈને અલગ અલગ જગ્યાએ રોકાણ કેમ અને કેવી રીતે કરવું તેના માટે પણ સ્પેશીયલ પ્રોગ્રામ (પ્રોજેક્ટ) તૈયાર કરેલ છે. આ પ્રોગ્રામ (પ્રોજેકટ) નો ચોક્કસ થી લાભ લેવા તમો અમારો સંપર્ક કરી શકો છો.

 

અમે એવું ઈચ્છીએ છીએ કે તમે આ વર્ષે વધુ ને વધુ સારું વળતર પ્રાપ્ત કરો અને તમારા ધ્યેય ને પ્રાપ્ત કરો અને આ માટે પણ તમારો સંપૂર્ણ સહયોગ અમને મળશે તેવી અપેક્ષા રાખું છું.

 

અમારો જીવન મંત્ર એ છે કે અમે વધુ ને વધુ રોકાણકારો ને તેમના જીવનકાળમાં ફાયનાન્સીયલ સ્વતંત્રતા આપી શકીએ અને તમો તેમના એક હો...

 

નાણાકીય વર્ષ ૨૦૧૬-૨૦૧૭ આપને અને આપના પરિવાર ને તન, મન અને ધન થી યશસ્વી નીવડે તેવી શુભેચ્છા !!!!

 

લી.

આપનો વિશ્વાસુ

સંદીપ ગાંધી